પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર

પાટણ જીલ્લા ના જોવાલાયક સ્થળો

જૈન મંદિરો - પાટણ

પાંચસર પાર્શ્વનાથ જૈન દેરાસર પાટણના સોથી વધારે જૈન મંદિરોમાં સૌથી મોટા મંદિરો પૈકીનું એક છે અને સોલંકી યુગમાં જૈન ધર્મના કેન્દ્ર તરીકે પાટણની ભૂમિકાની યાદ દેવડાવે છે. આ મંદિર જૈન સ્થાપત્યની લાક્ષણિકતા સમાન આધૂનિક કોતરણીકામ અને સફેદ આરસપહાણની ફરશો ધરાવે છે. કપુર મહેતાના પાડાની પણ મુલાકાત લેવા જેવી છે, જ્યાં પથ્થરના મંદિરના અંદરના ભાગમાં કાષ્ટ કારીગરી છે. એક સમયે તમામ જૈન મંદિરો લાકડાનું સુંદર અને નાજુક કોતરણીકામ કરીને બનાવવામાં આવતા હતા. એવું કહેવાય છે કે નિષ્ણાત સ્થપતિ ઉદા મહેતાએ એકવાર મંદિરમાં સળગતી મીણબત્તી મોંઢામાં લઇને જતા ઉંદરને જોયો, ત્યારે તેમને લાગ્યું કે ક્યારેક કોઈ હોનારતમાં વર્ષોની મહેનત બળીને ખાખ થઈ જશે, ત્યાર બાદ તમામ મંદિરો પથ્થરોમાં કોતરવાનો આગ્રહ રાખ્યો હતો.

વધુ માહિતી માટે
ગુજરાત ટુરીઝમ ની વેબસાઇટ જોવો


સહસ્ત્રલિંગ તળાવ - પાટણ

૧૦૮૪ રાજા સિદ્ધરાજ જયસિંહે આ તળાવ મહાન થવાની ખેવના બંધાવ્યું ન હતું. રાણકી વાવની ઉત્તરે આવેલા સહસ્ત્રલિંગ તળાવ એટલે સો શિવલિંગનું તળાવ. રાજા દુર્લભરાયે બંધાવેલું આ તળાવ મૂળે દુર્લભ સરોવર તરીકે જાણીતું હતું. સિદ્ધરાજે તેના શાસન દરમ્યાન ગુજરાતના જુદા જુદા ભાગોમાં ઘણા કૃત્રિમ તળાવો બંધાવ્યા હતા પરંતુ, આ તળાવ ટેક્નોલોજી, સૌંદર્ય અને આધ્યાત્મિકતાના સંદર્ભમાં તમામથી ચડિયાતું છે. રાણકી વાવની જેમ આ તળાવ પાણીના મૂલ્યને ધ્યાનમાં રાખીને ચીવટપૂર્વકનાં જળ વ્યવસ્થાપનનું ઉદાહરણ પૂરૂં પાડે છે. 1042-43માં ઉત્ખનન દરમ્યાન સાત હેક્ટરના વિસ્તારમાં ફેલાયેલા અવશેષોમાંથી માત્ર 20 ટકા જ બહાર કાઢવામાં આવ્યા હતા, અને હુમલાઓમાં ત્રણ વાર તોડી નાખવામાં આવ્યું હોવા છતાં તેની ભવ્યતા હજી મોજુદ છે.

વધુ માહિતી માટે
ગુજરાત ટુરીઝમ ની વેબસાઇટ જોવો


મુસ્લિમ સ્થાપત્ય- પાટણ

અમદાવાદમાં બાંધવામાં આવેલાં મુસ્લિમ બાંધકામના કરતાં, પ્રારંભિક સમયના મુસ્લિમ બાંધકામોનું તેની સુંદર કોતરણી કરેલી છત સાથે નીરિક્ષણ કરો, જેમ કે શૈખ ફરીદની મસ્ઝિદ અને મકબરા.

વધુ માહિતી માટે
ગુજરાત ટુરીઝમ ની વેબસાઇટ જોવો


રાણ કી વાવ - પાટણ

આ વાવ રાણી ઉદયમતીએ ૧૦૬૩ માં તેમના પતિ સોલંકી વંશના રાજા ભીમદેવ પહેલાની યાદમાં બંધાવી હતી. પાછળતી આ વાવમાં સરસ્વતી નદીના પૂરના પાણી ઘૂસી ગયા હતા વાવ પર કાંપ ફરી વળ્યો હતો. છેક 1980માં ભારતીય પુરાતત્વ મોજણી વિભાગે ઉત્ખનન કર્યું ત્યારે તેનું કોતરણીકામ મૂળ સ્વરૂપમાં મળી આવ્યું હતું. રાણકી વાવ ભારતની સૌથી સુંદર વાવો પૈકીની એક છે. અને પ્રાચીન પાટનગરની સૌથી વિખ્યાત ઐતિહાસિક વિરાસતો પૈકીની એક છે.

વધુ માહિતી માટે
ગુજરાત ટુરીઝમ ની વેબસાઇટ જોવો

આ પેઈજ પરની બધી માહિતી ગુજરાત ટુરીઝમની વેબસાઇટ પરથી લેવામાં આવી છે.આગળ જુઓ