પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
મુખપૃષ્ઠપંચાયત વિષે સફળ કિસ્‍સાઓ

સફળ કિસ્‍સાઓ

નવરચિત પાટણ જિલ્‍લાના અતિ પછાત એવા સમી તાલુકાના છેવાડે કચ્‍છના નાના રણની કાંધી ઉપર આવેલ ગામડાઓની તદન બીન ઉપજાઉ અને ખારાશયુક્ત જમીનોમાં વન વિભાગ દ્વારા સરકારશ્રીની વિવિધ યોજનાઓ હેઠળ હાથ ધરવામાં આવેલ રોજગારલક્ષી કામો અને તેના કારણે તૈયાર થયેલ અસ્‍કયામતો ખરેખર લોકોપયોગી અને ટકાઉ છે. જેનો મહદઅંશે ગરીબી રેખા હેઠળ જીવતા ગામીણ ગરીબોનું જીવન ધોરણ ઉંચુ લાવવા માટે અસરકારક ફાળો આપી શકાયેલ છે. તેમજ વારંવાર દુષ્‍કાળથી પીડાતા ગ્રામજનોને હીજરત કરતાં અટકાવેલ છે.
ચાલુ વર્ષે સને ૨૦૦૨-૦૩ નું વર્ષ દુષ્‍કાળનું વર્ષ હોવા છતાં હાલ જુન-૨૦૦૩ માં પણ ગત વર્ષના ચોમાસાનું પાણી વનતળાવમાં ઉપલબ્‍ધ છે. જે કારમાં દુષ્‍કાળમાં વન્‍ય પ્રાણીઓ, પક્ષીઓ તેમજ ગામના પશુઓ માટે આશીર્વાદરૂપ છે. આજ વન તળાવમાંથી ગત વર્ષ ૧૮ હેકટર જેટલા વિસ્‍તારમાં આજુબાજુના દશ જેટલા ખેડૂત કુટુંબો પાણી આપીને જીરૂ જેવા રોકડીયા પાક લઇ અંદાજે રૂ. ૪.૫૦ લાખ આર્થિક ફાયદો મેળવેલ છે.
વિશેષમાં આ વિસ્‍તારમાં કયારેય ન જોવા મળતા યાયાવર પક્ષીઓ જેવા કે ફલેમીંગો, સારસ, પેલીકન, ઢાંકની સેંકડોની સંખ્‍યામાં હાજરી નોંધાયેલ છે. આ વિસ્‍તારમાં વસતા ઘુડખર (જંગલી ગધેડા) તેમજ અન્‍ય વન્‍ય પ્રાણીઓ જેવા કે ચિંકારા, નિલગાય, ઝરખ, વનીયર, જંગલી ભુંડ વગેરે પ્રજાતિઓના રહેઠાણ અને અસ્‍તિત્‍વ માટે વરદાનરૂપ પુરવાર થયેલ છે. અને જૈવિધ વિવિધતામાં વધારો થયેલ છે. આ વિસ્‍તાર ધાંગધ્રા ઘુડખર અભ્‍યારણનો ભાગ છે. તેમજ આ પ્રોજેકટ વિસ્‍તારમાં અગાઉ ૨૦૦ જેટલા ઘુડખરનો વસવાટ હતો. જે પ્રોજેક્ટ કાર્યરત થઇ પૂર્ણતાના આરે પહોંચતા ૪૫૦ જેટલા ઘુડખરના વસવાટમાં પરિણમ્‍યો છે.
વનતળાવથી થોડેક દુર આવેલ નાના રણના કાંઠા પરની ખારાશયુક્ત (સફેદ ખારી બાઝી ગયેલ) તદ્ન બીન ઉપજાઉ જમીનને નવસાધ્‍ય કરવા વન વિભાગ દ્વારા એસ.એમ.સી. કામો અંતર્ગત પ્રોટેકશન બાઉન્‍ડ્રીનું કામ કરીને જમીનને નવસાધ્‍ય કરી ક્રમશઃ સુધારીને ઉપજાઉ બનાવવાનો પ્રયાસ છે. તે જ પ્રમાણે આ વિસ્‍તારને કંટુર ટ્રેન્‍ચ બનાવી તેની ઉપર બીજ વાવેતર કરી ઘાસનું તણખલું પણ ના ઉગી શકે તેવા વિસ્‍તારમાં વરસાદનું મીઠું પાણી રોકીને જમીનને લીલોતરીનું કાયમી આવરણ વધારવાનું કામ હાથ ધરવામાં આવેલ છે.

ના ઉગી શકે તેવા વિસ્‍તારમાં વરસાદનું મીઠું પાણી રોકીને જમીનને લીલોતરીનું કાયમી આવરણ વધારવાનું કામ હાથ ધરવામાં આવેલ છે.
આગળ જુઓ