પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
મુખપૃષ્ઠશાખાઓઆરોગ્‍ય શાખાપ્રસ્‍તાવના
પ્રસ્‍તાવના

પાટણ જીલ્લો ૨-૧૦-૨૦૦૧ના રોજ મહેસાણા જીલ્લામાંથી છૂટો પડીને નવરચિત થયો. ઉત્તર ગુજરાતમાં આવેલ આ જીલ્લામાં કુલ ૭ તાલુકા સિધ્ધપુર, પાટણ, ચાણસ્મા, હારીજ, સમી, રાધનપુર, અને સાંતલપુર આવેલા છે. આ પૈકી સમી, રાધનપુર અને સાંતલપુર પછાત તાલુકા છે. જીલ્લા પંચાયત આરોગ્ય શાખા શાખા તરફથી પ્રચાર-પ્રસાર સધન કરવાથી આરોગ્યનો વિશેષ લાભ મળવાથી તથા છેવાડાના ગામો સુધી આરોગ્ય સુવિધાઓ મળવાથી હાલમાં ખાસ કરીને બાળ મૃત્યુદર ૫૦ થી ઓછો (૧૦૦૦ જીવીત જન્મે) તથા માતા મૃત્યુદર ૧૫૦ (૧,૦૦૦૦૦ જીવીત જન્મે) થયેલ છે. તથા જે જીલ્લો પાંચ વર્ષ પહેલાં મેલેરીયા ગ્રસ્ત હતો તથા વર્ષમાં ૨૭ મેલેરીયાના દર્દી નોંધાતા હતા હવે જીલ્લાના આરોગ્ય શાખાના સધન પ્રયાસથી ગુજરાતમાં ઓછામાં ઓછા મેલેરીયાના દર્દીઓ નોંધાય છે. અને હજુ પણ સધન પ્રયત્નો ચાલુ છે. ગત વર્ષ જનની સુરક્ષા યોજનામાં કુલ લાભાર્થી ૯૬૮૪ એટલેકે ૧૧૨ % સિધ્ધિ નોંધાઇ છે તથા ચિરંજીવી યોજનામાં ૯૪૪૫ લાભાર્થીઓએ લાભ લીધો છે અને કુટુંબ નિયોજન ક્ષેત્રે ૯૨ % સિધ્ધિ હાંસલ કરી છે તથા રસીકરણમાં પણ ૮૪% સિધ્ધિ હાંસલ કરી છે અને સંસ્થાકીય પ્રસુતિનો દર જે ૬૦% કરતાં પણ ઓછો હતો તે સધન પ્રયત્નોથી ૮૯% સિધ્ધિ હાંસલ કરી છે.