પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
મુખપૃષ્ઠશાખાઓઆરોગ્‍ય શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

ઉત્તર ગુજરાતમાં આવેલ પાટણ જીલ્લામાં કુલ ૯ તાલુકા સિધ્ધપુર, પાટણ, સરસ્વતી, ચાણસ્મા, હારીજ, સમી, શંખેશ્વર,રાધનપુર, અને સાંતલપુર આવેલા છે. પાટણ જીલ્લાના તમામ નાગરીકોને આરોગ્યલક્ષી સેવાઓ સરળતાથી મળી શકે તે હેતુથી જીલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા ૩૨૬ પેટા આરોગ્ય કેન્દ્ર, ૫૫ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ૧૫ સામુહિક આરોગ્ય કેન્દ્ર, જનરલ હોસ્પીટલ પાટણ તથા સિધ્ધપુર તથા મેડીકલ કોલેજ અને હોસ્પીટલ, ધારપુર મળીને કુલ ૩૯૯ જેટલા આરોગ્ય કેન્દ્ર કાર્યરત છે. હાલમાં ગુજરાત રાજ્યનો બાળ મૃત્યુદર ૨૮ (૧૦૦૦ જીવીત જન્મે) તથા માતા મૃત્યુદર ૯૨ (૧૦૦૦૦૦ જીવીત જન્મે) જ્યારે જીલ્લા પંચાયત આરોગ્ય શાખા તરફથી પ્રચાર-પ્રસાર સધન કરવાથી આરોગ્યનો વિશેષ લાભ મળવાથી તથા છેવાડાના ગામો સુધી આરોગ્ય સુવિધાઓ મળવાથી પાટણ જીલ્લાનો બાળ મૃત્યુદર ૧૫ (૧૦૦૦ જીવીત જન્મે) તથા માતા મૃત્યુદર ૪૨ (૧૦૦૦૦૦ જીવીત જન્મે) થયેલ છે. જીલ્લાના આરોગ્ય શાખાના સધન પ્રયાસથી ગુજરાતમાં ઓછામાં ઓછા મેલેરીયાના દર્દીઓ પાટણ જીલ્લામાં નોંધાય છે. અને હજુ પણ સધન પ્રયત્નો ચાલુ છે. ગત વર્ષ જનની સુરક્ષા યોજનામાં કુલ લાભાર્થી ૭૧૮૪ એટલેકે ૯૩ % સિધ્ધિ નોંધાઇ છે તથા ચિરંજીવી યોજનામાં ૩૮૮૪ લાભાર્થીઓએ લાભ લીધો છે અને કુટુંબ નિયોજન ક્ષેત્રે ૧૨૧ % સિધ્ધિ હાંસલ કરી છે તથા રસીકરણમાં પણ ૧૦૦% સિધ્ધિ હાંસલ કરી છે અને સંસ્થાકીય પ્રસુતિમાં પણ ૧૦૦% સિધ્ધિ હાંસલ કરી છે.