પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
મુખપૃષ્ઠશાખાઓબાંઘકામ શાખાપ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

ગામ,તાલુકો,જીલ્લો,રાજ્યકે દેશ તેની પ્રગતિનો આધાર મહદઅંશે તેના સારા રસ્તાઓ અને મકાનોને આભારી હોય છે. ગામડે ગામડુ઼ જ્યારે એક બીજા સાથે રસ્તાઓથી જોડાયેલું હોય તો જન જીવનની સુવિધાઓ ધણી સારી રીતે ઉપલબ્ધ કરી શકાય. આ ઉપરાંત સારા મકાનો હોવા પણ એટલા જ જરૂરી છે. જીલ્લાના કાર્યપાલક ઇજનેર ગ્રામ્યથી માંડી જીલ્લા સ્તર સુધી આવા રસ્તાઓ અને મકાનોના બાંધકામો સંપૂર્ણ નિયંત્રણ અને નિયમન કરતાં હોય છે.

આ શાખાની કામગીરી નીચે મુજબ છે.

આ શાખાની મુખ્ય કામગીરી બે સ્તરમાં વહેંચાયેલી છે. એક સર્વે કરવા અંદાજો તૈયાર કરવા,કામોની તાંત્રિક મંજુરી આપવી,વહીવટી મંજુરી આપવી તથા કામોની દેખરેખ રાખવી. તેમજ જરૂરી ટેન્ડરો બહાર પાડી એજન્સીઓ નક્કી કરવી. સરકારી નિયમોને આધિન બાંધકામ અંગેની કામગીરી કરાવવી.

બીજા સ્તરમાં શાખાની કામગીરીમાં આવા રસ્તાઓનું અને મકાનોનું બાંધકામ કરવાનું છેશાળાના ઓરડા બાંધવા અને તેની જાળવણીની કામગીરી કરવામાં આવે છે. તથા શાળામાં જાઝરૂ/મુતરડીની સુવિધા તથા પીવાના પાણીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. તેમજ શાળામાં કોમ્યુનિટી હોલની પણ સગવડ સ્પલબ્ધ કરાવાય છે.

પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોના બાંધકામ કરવા તેની નિભાવણી તેમજ સ્ટાફ ક્વાટર્સ બાંધવા અને તેની જાળવણી કરવી. ગ્રામ પંચાયતોના મકાનોના બાંધકામ તેમજ તલાટી મંત્રી આવાસના બાંધકામની કામગીરી.

સરદાર આવાસ યોજના હેઠળ ગરીબી રેખા નીચે જીવતા કુટુંબોનેઆવાસો પુરા પાડવાની કામગીરી.

ગામમાં પશુ દવાખાના બાંધકામ તેમજ જાળવણી કરવી તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયત કર્મચારીઓના સ્ટાફ ક્વાટર્સના બાંધકામ અને તેની જાળવણીની કામગીરી.