પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
મુખપૃષ્ઠશાખાઓ મેલેરીયા શાખા મલેરીયા અંગે જાગૃતિ

મલેરીયા અંગે જાગૃતિ

મેલેરીયા શું છે.
મેલેરીયા એક ચેપી રોગ છે. આ રોગ એક સુક્ષ્મ જીવાણુંથી થાય છે. જેને મેલેરીયા પરોપજીવી કહે છે. આનાથી ઠંડીવાઈને તાવ આવે છે તેમજ પરસેવો વળીને તાવ ઉતરી જાય છે.
મેલેરીયા કેવીરીતે ફેલાય છે
મેલેરીયા પરોપજીવી જીવાણુંના જીવન ચક્રનો કેટલોક ભાગ મનુષ્યના શરીરમાં તેમજ બાકીનો ભાગ મનુષ્યના શરીરમાં વીતે છે. જયારે માદા એનોફીલીસ મચ્છર મેલેરીયાના દર્દીને કરડેછે. ત્યારે લોહીની સાથે પરોપજીવી પણ મચ્છરના શરીરમાં પહોચી જાય છે. અને મચ્છર ચેપી બની જાય છે. જયારે આવો કોઈ મચ્છર તંદુરત વ્યકતિને કરડે છે. ત્યારે મેલેરીયાના પરોપજીવી મચ્છરની લાળ સાથે તેવ્યકતિના શરીરમાં પહોચી જાય છે. અહી મેલેરીયાના પરોપજીવીનો વિકાસ થાય છે. અને ૧૦-૧૪ દિવસ પછી તેને મેલેરીયાના લક્ષણો દેખાય છે. ફકત માદા એનોફીલીસ મચ્છરજ મેલેરીયા ફેલાવે છે.
મેલેરીયાના લક્ષણો
ખુબજ ઠંડી લાગે ને શરીર કાંપે છે.
ચામડી ઠંડી પડીજાય છે
તાવ ઝડપથી ચડીને ૧૦૨ થી ૧૦૬ ફેરનહીટ સુધી પહોચી જાય છે. દર્દી કોમામાં જઈ શકે છે
ચુંથારો થાય છે. ઉલ્ટી થાય છે
માથું દુખે છે અને ધીરે ધીરે દુઃખાવો તીવ્ર બની જાય છે. પરસેવો વળીને તાવ ઉતરી જાય છે
મચ્છરનું જીવન ચક્ર
માદા એનોફીલીસ મચ્છર પોતાના ઈંડા ભરાઈ રહેલા સ્વચ્છ પાણીમાં જેમકે તલવાડી, તળાવ, સરોવરના કિનારા, કુવા, નદી, પાણીની ટાંકી વગેરેમાં મુકે છે. આ ઈંડા નાના હોય છે. અને તે પાણીની સપાટી ઉપર તરતા રહે છે. સામાન્ય રીતે પાણીના કિનારાઓ ઉપર અને અંદર કેટલાંક પ્રકારના છોડ , ઘાસ ઉગેલા હોય છે. જયાં ઈંડા અને પોરા ને રહેવાની જગ્યા મળી રહે છે.
ઈંડા મુકયા પછી ૨૪ થી ૪૮ કલાકમાં ઈડામાંથી પોરા નીકળે છે,પોરા ૫-૬ દિવસમાં ઈયળમાં પરિવર્તિત થાય છે, જે પાણીમાં ડુબકી લગાવતાં રહે છે. ઈયળમાંથી ૨-૩ દિવસમાં પુખ્ત મચ્છર બની ઉડી જાય છે. પુખ્ત મચ્છર સપાટીથી ૪૫ના ખુણે આરામ કરે છે. કેટલાક મચ્છર પુખ્ત થતાં ઈયળ અવસ્થામાં તેમને ખાઈજાય છે. પોરા ભક્ષક માછલીઓ પણ મછરના પોરા,ઈયળને ખાઈજાય છે.
આગળ જુઓ