પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
મુખપૃષ્ઠશાખાઓ મેલેરીયા શાખા પ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

હિમાચલ પ્રદેશના કસૌલીમાં ૧૯૦૯ માં કેન્દ઼ીય મેલેરીયા બ્યુરો ની સ્થાપના કરવામાં આવી ત્યારે ભારતના તત્કાલીન સરકારની મદદથી મેલેરીયા નિયંતત્રણ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો. ૧૯૨૭માં એનો વિસ્તાર કરવામાં આવ્યો અને એનું નામ બદલીને ભારતીય મેલરીયા સર્વક્ષણ રાખવામાં આવ્યું . સને ૧૯૩૮ માં આ વિભાગને દિલ્હી લાવવામાં આવ્યો અને એનું નામ બદલીને ભારતીય મેલેરીયા સંસ્થાન (મેલેરીયા ઈન્સ્ટીટુયુંટ ઓફ ઈન્ડીયા) રાખવામાં આવ્યું.૧૯૫૩ના એપ્રિલમાં ભારતમાં રાષ્ટ્રીય મેલેરીયા નિયંત્રણ કાર્યક્રમ શરુ કરવામાં આવી આ કારણે મેલેરીયા કેસોનું પ્રમાણ ૭૫૦ લાખથી ધટીને માત્ર ૨૦ લાખ પ્રતિ વર્ષ થઈ ગયું. ખેતીવાડી અને ઔધોગિક ઉત્પાદન વધવાને કારણે વિવિધ આરોગ્ય સંસ્થાએ ૧૯૫૫માં મોલેરીયા નાબુદ કાર્યક્રમને મેલેરીયા ઈરેડીકેશન પ્રોગ્રામ (NMEP) માટે ભલામણ કરી ત્યાર બાદ ૧૯૫૮માં મેલેરીયા નિયંત્રણ કાર્યક્રમને બદલીને મેલેરીયા નાબુદ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો.૨૦૦૪માં ભારત સરકારે આ પ્રોગ્રામ નું નામ બદલીને (NVBDCP ) નેશનલ વેકટર ર્બાન ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ નામાધિકરણ કરવામાં આવ્યું. જેમાં મચ્છરથી ફેલાવાના રોગો જેવા કે મેલેરીયા, ફાઈલેરીયા, ડેન્ગ્યું, ચિકુનગુનિયા કાલાઅજાર અને જાપાની એન્કેફોલાઈટીસ (JE) જેવા રોગોનો સમાવેશ કરવામાં આવ્યો તે ઉપરાંત અન્ય વાહકથી ફેલાતા રોગો જેવાકે પ્લેગ, ગિનીવમ જેવા રોગોને એક સાથે સાંકળી લેવામાં આવ્યાં.
૧૯૫૮ પછી ભારતના છેવાડાના ગામડાંઓ સુધી મેલેરીયા રોગ નિયંત્રણ માટે સેવાઓ મળી રહે તે માટે અલગ અલગ યુનિટોની રચનાકરવામાં આવી. મેલેરીયા એ માનવીનો ધણોજ પ્રાચીન રોગ છે. આ રોગ સાથે લોકોમાં એટલો ગાઢ સબંધ છે કે આપણા દેશની દરેક વ્યકિતને આ રોગની માહિતી છે. આજે પણ ભારતમાં આ રોગ જાહેર આરોગ્ય ની એક મુખ્ય સમસ્યા બની રહી છે આપણાં દેશનાં ૮૦( થી પણ વધુ લોકો મેલેરીયાના ભય હેઠળ જીવી રહ્યા છે. આ રોગોના ફેલાવાનાકારણે દેશમાં ખેતીવાડી , ઉધોગો અને આર્થીક પ્રગ્રતિના ધીમા વિકાસ માટે જવાબદાર કારણોમાં એક મહત્વપુર્ણ કારણ ગણવામાં આવે છે.
પાટણ જીલ્લાના સાત તાલુકા રાધનપુર, સાંતલપુર, સમી, હારીજ, ચણસ્મા, પાટણ, સિધ્ધપુર જે ભૌગોલિક દ્રષ્ટીએ અલગ અલગ પરિસ્થિતિ ધરાવે છે. રાધનપુર, સાંતલપુર, સમી અને હારીજ તાલુકા મેલેરીયા રોગ માટે અતિ સંવેદનશીલ છે. જેમાં ભૈગોલિક પરિબળો, ખારાશવાળી જમીન, લીટ્રેશી રેટ ધણો નીચો હોવો, પાણીની અછત જેવા કારણો જવાબદાર છે.
આગળ જુઓ