પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
મુખપૃષ્ઠશાખાઓમહેસૂલ શાખાશાખાનીકામગીરી
શાખા ની કામગીરી

જમીન મહેસુલ કાયદાની કલમ ૬૫,૬૬,૬૭ લગત કેસો બાબત, એ.જી. પારા, આર.આઇ.સી. પારા, ઉચ્‍ચક રકમથી જમીન ફાળવણી, જમીન મહેસુલ કાયદાની કલમ ૪૩/બી અન્વયેની કામગીરી, રેવન્યુ રીકવરી લગત કામગીરી, લોકલ ફંડ, સરકારી લ્હેણાંની વસુલાત, હદનિશાન દુરસ્‍તી, જમાબંધી પેરા, ગામતળ ગાળા અનુદાન પરત મેળવવાની કાર્યવાહી, કુદરતી આપત્તિ જેવી કે – ભૂકં૫, અતિવૃષ્‍ટિ, વાવાઝોડા, અછત વિગેરેની કામગીરી, માર્ગ અકસ્‍માત તથા કોમી તોફાનો વિગેરેમાં સહાય ચૂકવણી બાબતની કામગીરી

આ શાખાના વડા નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી (મહેસુલ) છે. જમીન મહેસુલ અને જમીનને લગતા કરોના માંગણા નકકી કરવા અને વસુલાત કરવી જમીનનો ખેતી તેમજ બિનખેતી વિષયક ઉપયોગ કરાવવો તથા સરકારશ્રીના નિયમો મુજબની મંજુરી આપવી. ગામતળ ની જમીનનો રહેણાંક હેતુ માટે જરૂરીયાત વાળા લોકોને સરકારશ્રીના નિયમોની મર્યાદામાં પ્લોટો મંજુર કરી ફાળવવા. કુદરતી આફતો દરમ્યાન જનજીવન રાબેતા મુજબ થાય તે માટેના કાર્યો, જેવા કે અછત અને અર્ધ- અછત દરમ્યાન લોકોને રોજી રોટી માટે અછત-રાહત ના કામો શરૂ કરાવી રોજી રોટી પૂરી પાડવી તેમજ અતિવૃષ્ટિ, વાવાઝોડા કે કુદરતી આફતો દરમ્યાન લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવવું, કેશડોલ્સ ચુકવણું, ધરવખરી સહાય,મરણ સહાય તથા ઝૂંપડા, કાચા, પાકા મકાનો ની થયેલ નુકશાન અંગે નિયમ મુજબ સહાય આપવી.