પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
મુખપૃષ્ઠશાખાઓ પંચાયત શાખા પ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

મહેસાણા તથા સરહદી જિલ્લો બનાસકાંઠાનું વિભાજન કરી નવીન પાટણ જિલ્લો ઓકટોબર-૧૯૯૭ થી અસ્તિત્વમાં આવેલ છે. જેમાં મહેસાણા જિલ્લાના પાંચ તાલુકા પાટણ, સિધ્ધપુર, ચાણસ્મા, સમી અને હારીજ તથા બનાસકાંઠાના સરહદી બે તાલુકા રાધનપુર અને સાંતલપુરનો સમાવેશ નવરચિત પાટણ જિલ્લામાં થયેલ છે. આર્થિક રીતે પછાત અને મુખ્યત્વે ખેતી અને પશુપાલનની પ્રવૃતિ ઉપર આધારિત પાટણ જિલ્લાની રચના પછી સતત બે દુષ્કાળ અને ૨૦૦૧ ના ભૂકંપનો સામનો કરવો પડેલ છે. ત્યારપછીના વર્ષોમાં ભારે વરસાદ અને ઉપરવાસના પાણીના કારણે પૂરનો પ્રકોપ આ જિલ્લાની જનતાએ સહન કરવો પડેલ છે.
આવી વિષમ સામાજીક અને આર્થિક પરીસ્થિતિ છતાં લોકશાહીના ઉદ્દાત મૂલ્યોને છેક ગ્રામસ્તરે પહોંચાડવામાં પંચાયતી રાજવ્યવસ્થાએ સુંદર યોગદાન આપેલ છે જે ગુજરાતની આગવી શોભા છે. રાજય સરકારે અપનાવેલી સમરસ ગામની યોજનાના લીધે ગામડાઓમાં ચૂંટણીના કારણે પેદા થતાં વેરઝેર, ખટરાગ ઓછા થયા છે. જિલ્લાની ૪૬૪ ગ્રામ પંચાયતો પૈકી હાલ ૧૩૦ ગ્રામ પંચાયતો સમરસ છે બની છે. ૨૮ ટકા જેટલી ગ્રામ પંચાયતો સમરસ બનાવીને પાટણ જિલ્લાએ રાજયમાં શ્રેષ્ઠ કામગીરી કરી છે. અને સમરસ પંચાયતોને ૩ કરોડ જેટલી ઇલાયદી ધનરાશિ વિકાસના વિભિન્ન કામો માટે ઉપલબ્ધ થયેલ છે.
ગામડાઓમાં હરીભરી વનરાજી, લીલા છમ્મ છોડવા હોય અને એક એવુ રૂપકડુ સ્થળ હોય જયાં ગ્રામજનો તેમની ફુરસદના સમયમાં પરિવારજનો સાથે નિરાંતની પળો માણી શકે. બાળકો મહિલાઓ કુદરતના વાતાવરણને માણી શકે તે ઉમદા હેતુથી રાજય સરકારશ્રીએ શરૂ કરેલ પંચવટી યોજના થકી પાટણ જિલલાએ વર્ષ ૨૦૦૪-પ માં પ, વર્ષ ૨૦૦૫-૦૬ માં ૨૭, વર્ષ ૨૦૦૬-૦૭ માં ૨૩ અને વર્ષ ૨૦૦૭-૦૮ માં ૨૭ મળી કુલ ૮૨ પંચવટીઓ અમલી બનેલ છે. વર્ષ ૨૦૧૧-૧૨ ની ૧૯ અને વર્ષ ૨૦૧૨-૧૩માં ૧૯ પંચવટીઓનું નિર્માણ કરવાનો લક્ષાંક છે.
પાટણ જિલ્લામાં જુન-૨૦૦૬ માં મેલેરીયા નાબુદી અભિયાન હેઠળ જિલ્લાના દરેક તાલુકાઓમાં પસંદગીના ૯ ગામોમાં સફાઇની કામગીરી હાથ ધરેલ જેના સફળ પરિણામોથી પ્રેરાઇને જુલાઇ-૨૦૦૬ થી ગ્રામોત્થાન અભિયાન દ્વારા સમગ્ર જિલ્લામાં શરૂ કરવામાં આવેલ સ્વચ્છ ગામ સ્વસ્થ ગામનું અભિયાન સમગ્ર રાજયને અપાયેલી મોંધામુલી સોગાદ છે. સ્વસહાય જુથો દ્વારા ગ્રામ સફાઇના આ અભિયાન સમગ્ર રાજય માટે નિર્મળ ગુજરાતના રાજયવ્યાપી આંદોલનમાં પરિવર્તન પામેલ છે.