પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
મુખપૃષ્ઠશાખાઓ પશુપાલન શાખા અવનવા સમાચાર બનાવો/કાર્યક્રમો

અવનવા સમાચાર બનાવો/કાર્યક્રમો

રાજ્ય કક્ષાના પશુઆરોગ્ય મેળાનું ઉદઘાટન તા. ૧૪/૫/૨૦૧૩ના રોજ માન.મુખ્યમંત્રીશ્રી,ગુજરાત રાજ્ય દ્વારા કરવામાં આવેલ હતું.

પાટણ જિલ્લામાં ૧૪૬ પશુઆરોગ્ય મેળાનું આયોજન કૃષિમહોત્સવ-૧૩ દરમ્યાન કરવામાં આવેલ હતુ.

પાટણ જિલ્લા માં પશુઆરોગ્ય મેળા દરમ્યાન ૫૯૦૭૫ વિવિધ વર્ગના પશુઓને તમામ રોગની વિના મુલ્યે સારવાર આપવામાં આવેલ હતી,તથા ૧૭૨૨૦૪ પશુઓને ગળસુંઢા,૫૬૪૭ ઇ.ટી.,૩૯૬૦ પીપીઆર રોગના રક્ષણ માટે કુલ ૧૮૧૮૧૧ પશુઓને રસીકરણ કરવામાં આવેલ હતુ.

પાટણ જિલ્લામાં કૃષિમહોત્સવ-૧૩ દરમ્યાન ૨૬૦૦ ઘાસચારા બિયારણ મીનીકીટસનું વિતરણ વિનામુલ્યે કરવામાં આવેલ હતુ.તથા ૫૯૧૮ પશુઓને વિના મુલ્યે કૃત્રિમ બિજદાનની કામગીરી કરેલ છે.

૧૬મા રાઉંડ FMDCPમાં ૧૦૦ ટકા કેન્દ્ર પુરસ્કૃત યોજના હેઠળ માહે જુલાઇ-૧૩ દરમ્યાન ૪૦૧૩૫૮પશુઓને રસીકરણ કરવામાં આવેલ હતુ.

પશુપાલન શાખા જિલ્લા પંચાયત પાટણ અંતર્ગત, ૨૭ પશુદવાખાના ,૨ ફરતા પશુદવાખાના,૫ પશુદવાખાના સંલગ્ન મોબાઇલ એમ્બ્યુલન્સ વ પ્રયોગશાળા અને ૧૫ પ્રાથમિક પશુસારવાર કેન્દ્રો અને ૧ કૃત્રિમ બિજદાન કેન્દ્ર કાર્યરત છે.
ચાલુ વર્ષમાં જિલ્લા કારોબારી સમીતી દ્વારા ચલવાડા તા.રાધનપુર અને નેદ્રા તા.સિધ્ધપુર મુકામે નવિન પશુદવાખાના સ્થાપના માટે સર્વાનુમતે મંજુરી મળેલ છે,જે દરખાસ્ત સરકારશ્રી ને મોકલી આપેલ છે,જે મંજુર થતાં આ દવાખાના કાર્યરત થશે.
ચાલુ સાલે આગામી માસમાં પાટણ જિલ્લાના તમામ તાલુકામાં પશુપાલકોને વૈજ્ઞાનિક ઢબે પશુપાલન ની માહીતી આપવા સારૂ પશુપાલન શિબિર કમ પ્રદર્શન કરવાનું આયોજન છે.
જિલ્લા પંચાયતના તમામ માન.સદસ્યશ્રીઓના સેજાના ગામો પૈકી સદસ્યશ્રીના પસંદગીના ગામમાં ગત સાલે જિલ્લા પંચાયત સ્વભંડોળ યોજના અંતર્ગત ખરીદેલ દવાઓમાંથી ૧ પશુસારવાર યજ્ઞ તથા ઉંટોને ચકરી અને ખસ વિરોધી રસીકરણનું આયોજન કરવામાં આવનાર છે.
જિલ્લા પંચાયત,પાટણની પશુપાલન કામગીરીની રીવ્યુ મીટીંગ માન. કેબીનેટ કક્ષાના પશુપાલન મંત્રીશ્રી તથા માન. રાજ્ય કક્ષાના પશુપાલન મંત્રીશ્રી દ્વારા તા.૧૦/૮/૨૦૧૩ તથા તા.૯/૮/૨૦૧૩ અનુક્રમે લેવામાં આવેલ.
હાલ જિલ્લા માં ૧૯મી પશુધન વસ્તી ગણતરીની કામગીરી ચાલુમાં છે.
પશુદવાખાનાઓની રોજબરોજની જરૂરીયાત માટે તથા પશુદવાખાનાઓને અધ્યતન બનાવવા સારૂ ખાસ સાધનો ખરીદવા માટેનું ઓનલાઇન ટેન્ડર nProcureપર ટેન્ડર આઇડી.નં. ૧૨૨૯૧૦ તા. ૨૨/૮/૨૦૧૩ થી તા. ૧૬/૯/૨૦૧૩ દરમ્યાન ચાલુ રહેશે.
View Photo Gallery