પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
મુખપૃષ્ઠશાખાઓ સંકલિત બાળવિકાસ શાખા પ્રસ્‍તાવના

પ્રસ્‍તાવના

પાટણ જિલ્લો જયારથી અસ્તિત્વમાં આવ્યો ત્યારથી સંકલિત બાળ વિકાસ યોજના અમલામાં છે. ગુજરાત રાજયમાં આ યોજના ર જી ઓકટોબર ૧૯૭૫થી અમલમાં છે.માનવ શકિતનો વિકાસ એ દેશના વિકાસ માટેનુ અગત્યનુ ૫રિબળ છે. વ્યકિતના શારીરિક તેમજ માનસિક વિકાસનો પાયો બાલ્યાવસ્થામાં રોપાઈ જાય છે. ભારતના મોટા ભાગના બાળકો ગરીબ તેમજ શૈક્ષણિક, સામાજિક,આર્થિક વગેરે લાભોથી વંચિત કુટુંબોમાં ઉછરે છે. પ્રારંભિક બાલ્યાવસ્થામાં કુ.પોષણ,માંદગી, વિકલાંગતા તેમજ મૃત્યુદરના વિષ ચક્રને તોડી પાડવામાં આવે તો દેશમાં આર્થિક સામાજિક તથા સર્વાંગી વિકાસ માટે ગણનાપાત્ર ફાળો મેળવી શકાય.
સંકલિત બાળ વિકાસ સેવાઓનુ આયોજન કરવા ભારત સરકારશ્રીના મા.આયોજન મંત્રીશ્રીએ ૧૯૭રમાં સુચન કર્યુ અને અહેવાલના આધારે સંકલિત બાળ વિકાસ યોજના અમલમાં આવી ઈ.સ.૧૯૭૫-૭૬માં ૩૩ ઘટકો રાજયમાં પ્રાયોગિક ધોરણે શરૂ કરવામાં આવ્યા હતા ગુજરાત રાજયમાં વડોદરા જિલ્લામાં સૌપ્રથમ શરૂ કરવામાં આવી. આ યોજનાથી બાળકો તેમજ મહિલાઓનુ આરોગ્ય અને પોષણ સ્તર સુધર્યુ છે.૫છાત જ્ઞાતિ અને આદીવાસી તથા ગરીબ વર્ગના બાળકોને ગણના પાત્ર લાભમળ્યા છે. આ૫ણા પાટણ જિલ્લામાં કુલ ૮ (આઠ) ઘટકોમાં ૧૪૨૭ આંગણવાડી કેન્દ્રો કાર્યરત છે.
InstanceEndEditable