પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
મુખપૃષ્ઠશાખાઓ આર્યૃવેદ શાખા અવનવા સમાચાર બનાવો/કાર્યક્રમ

અવનવા સમાચાર બનાવો/કાર્યક્રમ

જિલ્લામાં આવેલ છ નાની સિંચાઇ યોજનાઓ પૈકી ખોખલા સિંચાઇ તળાવ તા.ચાણસ્મા કે જેના દ્વારા ૩૨૪ હેક્ટર વિસ્તારમાં સિંચાઇનો લાભ પ્રાપ્ત થાય છે તે અને જમણપુર સિંચાઇ યોજના જે ઘણા વર્ષોથી તૂટેલી અવસ્થામાં હતી તેની રૂ.૨૫૧.૦૦ લાખના ખર્ચે સુધારણા કરી ફરીથી કાર્યરત કરવામાં આવતાં, ઘણા વર્ષો બાદ આ વર્ષે સારા વરસાદના કારણે સંપૂર્ણપણે ભરાઇને ઓવરફ્લો થયેલ છે. જેનાથી ૨૫૩.૦૦ હેક્ટર વિસ્તારમાં નવીન સિંચાઇ સુવિધા પ્રાપ્ત થયેલ છે.

સરકારશ્રી દ્વારા પાટણ જિલ્લાના બે ગામો સમી તા. સમી અને મોજે વારાહી તા.સાંતલપુરને રૂર્બન ગામો તરીકે જાહેર કરી ભૂગર્ભ ગટર વ્યવસ્થાની કામગીરી મંજૂર કરવામાં આવેલ છે જે કામગીરી પૂર્ણ થઇ કાર્યરત થઇ ગયેલ છે

જિલ્લા સંબંધિત ઘટનાઓ.

જિલ્લાની બે મહત્વની નાની સિંચાઇ યોજનાઓ (૧) ખોખલા સિંચાઇ તળાવ તા.ચાણસ્મા અને (૨) જમણપુર સિંચાઇ તળાવ તા.હારીજ ચાલુ વર્ષે સારા વરસાદના કારણે સંપૂર્ણ ભરાઇ જતાં ઓવરફ્લો થયેલ તેના ફોટોગ્રાફ્સ આ સાથે મુકવામાં આવેલ છે.

View Photo Gallery