પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
મુખપૃષ્ઠશાખાઓવિકાસ શાખાપ્રસ્તાવના
પ્રસ્તાવના

ગુજરાતમાં પંચાયતી રાજના અમલીકરણ અંતર્ગત  સામૂહિક વિકાસ, પંચવર્ષીય યોજના અને ૨૦ સૂત્ર કાર્યક્રમ અંતર્ગત ધરવિહોણા ખેતમજૂરને ધરથાળના પ્લોટ અને સરદાર આવાસ યોજના જેવી પ્રજાલક્ષી કામગીરી રાજય સરકાર દ્રારા પંચાયતો થકી અમલીકરણ હેઠળ મૂકવામાં આવી છે. જિ.પં. કચેરીએ વિકાસ શાખા દ્રારા ઉપરોકત યોજનાઓ તાલુકા કક્ષા અને ગ્રામકક્ષાએ થતી અમલીકરણ બાબતે સુવ્યવસ્થાપન ગોઠવવા અને વહીવટી સૂચનો તથા જરૂરી આદેશો અંગે કાર્યવાહી કરવામાં આવે છે. આ શાખા દ્રારા નાણાપંચ હેઠળ જિલ્લા કક્ષા, તાલુકા કક્ષા અને ગ્રામકક્ષા સ્તરે સામૂહિક વિકાસના કામોના આયોજનથી માંડીને કામો પૂર્ણ કરાવવા, તેની ગ્રાન્ટ મેળવવી, હિસાબ રાખવા કામગીરી પૂર્ણતા પ્રમાણપત્ર એકત્ર કરી રાજયસરકાર સુધી પહોંચતી કરવાની કામગીરી થાય છે.