પંચાયત વિભાગ
પાટણ જીલ્લા પંચાયત
ગુજરાત સરકાર
મુખપૃષ્ઠશાખાઓવિકાસ શાખાયોજનાઓ
યોજનાઓ

યોજનાનું નામ સરદાર આવાસ યોજના
યોજના કયારે શરૂ થઇ સને-૧૯૯૨-૯૩ થી
યોજનાનો હેતું  આ સાથે માહે ઓગષ્‍ટ-૧૩ અંતિત પત્રક સામેલ છે.
યોજના વિશે (માહિતી) આ સાથે માહે ઓગષ્‍ટ-૧૩ અંતિત પત્રક સામેલ છે.
યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. સરદાર આવાસ યોજના અંતર્ગત ગ્રામિણ વિસ્‍તારમાં ૦ થી ૧૬ અને ૧૭ થી ૨૦ સ્‍કોર ધરાવતા ઘર વિહોણા બીપીએલ લાભાર્થીઓને મકાન સહાય પેટે રૂ. ૪૫,૦૦૦/- આપવાપત્ર સરકારશ્રીએ ઠરાવેલ છે.
યોજનાના લાભાર્થી માટેની લાયકાત  -
 
યોજનાનું નામ નાણાપંચ
યોજના કયારે શરૂ થઇ આ સાથે માહે ઓગષ્‍ટ-૧૩ અંતિત પત્રક સામેલ છે.
યોજનાનો હેતું  આ સાથે માહે ઓગષ્‍ટ-૧૩ અંતિત પત્રક સામેલ છે.
યોજના વિશે (માહિતી)

કેન્‍દ્રિય ૧૩મા નાણાપંચની ભલામણ મુજબ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્‍લા પંચાયતો દ્વારા પુરી પાડવામાં આવતી નાગરિક સેવા વિતરણની કામગીરી તથા સ્‍વચ્‍છતાના કામો કરવા સને- ૨૦૧૦ થી ૨૦૧૫ના સમયગાળા માટે કેન્‍દ્ર સરકારે અનુદાન આપવાનું સ્‍વીકારેલ છે. સરકારશ્રી તરફથી જિલ્‍લાને મળનાર કુલ ગ્રાન્‍ટની રકમને ૨૦૦૧ની વસતિના અધિકૃત આંકડાને આધારે ૭૦ ટકા ગ્રાન્‍ટ ગ્રામકક્ષાને, ૧૫ ટકા ગ્રાન્‍ટ તાલુકા કક્ષાને તથા ૧૫ ટકા ગ્રાન્‍ટ જિલ્‍લા કક્ષાએ વહેંચવાનું ધોરણ નક્કી થયેલ છે . કેન્‍દ્રિય ૧૩મા નાણાપંચની મળતી ગ્રાન્‍ટમાંથી (૧) શુદ્ધ પીવાના પાણીના કામો, (૨) ગટર વ્‍યવસ્‍થા (ડ્રેનેજ/સ્‍યુઅરેજ)ના કામો, (૩) ઘનકચરા નિકાલ-વ્‍યવસ્‍થાપનના કામો, અને (૪) સ્‍ટ્રીટ લાઇટના કામો (૫) સ્‍મશાનગૃહ/કબ્રસ્‍તાનના કામ વિગેરેનો સમાવેશ કરવામાં આવેલ છે.

૧૩મા નાણાપંચની ગ્રાન્‍ટ અંતર્ગત કોઇપણ કામ રકમ રૂ. ૫૦.૦૦ લાખથી વધુ રકમનું લઇ શકાશે નહીં. કેન્‍દ્રિય ૧૩મું નાણાપંચ વર્ષ- ૨૦૧૦/૧૧ અંતર્ગત પાટણ જિલ્‍લાને ૫૯૦.૫૯ લાખની ગ્રાન્‍ટ મળેલ છે. કેન્‍દ્રિય ૧૩મું નાણાપંચ વર્ષ- ૨૦૧૧/૧૨ અંતર્ગત પાટણ જિલ્‍લાને ૭૮૦.૧૯ લાખની ગ્રાન્‍ટ મળેલ છે. કેન્‍દ્રિય ૧૩મું નાણાપંચ વર્ષ- ૨૦૧૨/૧૩ અંતર્ગત પાટણ જિલ્‍લાને ૭૮૪.૭૫ લાખની ગ્રાન્‍ટ મળેલ છે.

યોજનાનો લાભ કોને મળી શકે અને તેના માટે કોને મળવું તે વિગત દર્શાવો. -
યોજનાના લાભાર્થી માટેની લાયકાત  -