×

પ્રસ્‍તાવના

તા. ર-૧૦-૧૯૯૭ ના રોજ પાટણ જિલ્લાનું નવા જિલ્લા તરીકે નિમૉણ થતાં મહેસાણા જિલ્લાના પાટણ, હારીજ,સમી,ચાણસ્મા,સિધ્ધપુર તથા બનાસકાંઠા જિલ્લાના રાધનપુર અને સાંતલપુર તાલુકાઓનો સમાવેશ થતાં ૫૧૭ ગામ અને ૫ શહેરો ધરાવતા આ જિલ્લાના ૫૭૪ર ચો.કીમી. ના વિસ્તાર પૈકી ૫૬૩૦ ચો.કીમી.નો વિસ્તાર ગ્રામ્ય વિસ્તાર છે.પાટણ જિલ્લાનો ૯૭ ટકા વિસ્તાર ગ્રામ્ય વિસ્તાર હોવાથી તથા અન્ય ઔદ્યોગિક વિસ્તાર કે મોટી ઓદ્યોગિક ફેકટરીઓ/કોલોની નહી હોવાથી તેમજ આ જિલ્લો અછત કે કાયમી અધૅ-અછતવાળો વિસ્તાર હોવાથી ખેતી અને ૫શુપાલન જ મુખ્ય ધંધા તરીકે વિકાસ વિકાસ પામી રહયો છે. આ વિસ્તારની મહેસાણી ઓલાદની ભેંસો અને કાંકરેજ ઓલાદની ગાયો ખૂબજ ઉંચી ઓલાદની ગાયો, ઉંચી ગુણવત્તા ધરાવતી ઓલાદો છે. અને ૫શુપાલન તેમના ઉ૫ર નિભૅર છે. આ વિસ્તારના મારવાડી ઘોડા તેમજ પાટણવાડી ઘેટા ૫ણ ૫શુપાલકોને અગત્યના અંગ અને આર્થિક ઉપાર્જનના હિસ્સેદાર રહયા છે.