×

શાખાનીકામગીરી

શાખા દ્રારા સામૂહિક વિકાસ કાર્યક્રમ હેઠળના કામોનું આયોજન અને અમલીકરણ કરવામાં આવે છે. સરદાર આવાસ યોજના - રાજય સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્રારા અમલી થયેલ  આ યોજના ગ્રામ સ્તર સુધી અમલી કરવાની કામગીરી આ  શાખા દ્રારા તાલકા પંચાયત અને ગ્રામ પંચાયત મારફતે થાય છે.

 • સરદાર આવાસ યોજના હેઠળ લાભાર્થી મકાનવિહોણા બીપીએલ વ્યકિતને મકાન સહાય રૂ.૩૬,૦૦૦/- મળવાપાત્ર છે. તથા રૂ.૭૦૦૦/- લાભાર્થી શ્રમફાળો છે.
 • સરદાર આવાસ યોજના હેઠળ લાભાર્થી પ્લોટ ધરાવતો ન હોય તો પ્લોટ ફાળવણી કરવામાં આવે છે. ગ્રામીણ આવાસન સુવિધા - આ યોજના રાજય સરકારના પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્રારા અમલમાં મૂકેલ છે.
 • જિલ્લાના ગામોએ જર્જરીત થયેલા પંચાયતધરોના મકાન ઉતારી લઇ તે જગ્યાએ નવિન પંચાયત ધર સહ ત.ક.મંત્રી આવાસ બનાવવામાં આવે છે. આ યોજના હેઠળ મકાનની યુનિટ કોસ્ટ રૂ/.૩.૩૨ લાખ છે.
 • ૧૨ મુ નાણાપંચ - કેન્દ્રીય ૧૨ મા નાણાપંચની ભલામણ અનુસાર રાજય સરકારની પંચાયતો માટે પંચાયત ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના તા.૧૬/૧/૦૬ ના ઠરાવથી અમલ કરવાની જોગવાઇઓ નકકી કરેલ છે
 • આ યોજનાનો સમયગાળો વર્ષ-૨૦૦૫ થી ૨૦૧૦ નો છે
 • યોજના હેઠળ પાટણ જીલ્લાને પ્રતિવર્ષ રૂ/.૬૫૦.૧૬ લાખ મળવાપાત્ર છે. જે પૈકી ૪૦ ટકા મુજબ જિલ્લા કક્ષાને ૨૫૯.૧૬ લાખ, તાલુકા કક્ષા ૩૦ ટકા મુજબ ૧૯૫.૦૦ લાખ અને ગ્રામ કક્ષાની ૩૦ ટકા મુજબ ૧૯૬.૦૦ લાખની ફાળવણી કરવામાં આવે છે
 • આ યોજના હેઠળ જિલ્લા, તાલુકા અને ગ્રામકક્ષાએ સામૂહિક વિકાસના કામોનું આયોજન કરી અમલમાં મૂકવાના હોય છે.
 • નિયત થયેલા સમયગાળા દરમ્યાન જિલ્લાના તમામ ગામોને આવરી લેવાના રહે છે.
 • આ યોજના હેઠળ પીવાના પાણીની સુવિધા, કલોરીનેશન, આર.ઓ.પ્લાન્ટ, પીવાના પાણીની પાઇપલાઇન, વરસાદી પાણીનો સંગ્રહના કામો કુલ ગ્રાન્ટના ૩૦ ટકા મુજબ કરવાનું હોય છે.
 • સફાઇ માટેની પ્રવ્રુતિઓ જેવી ધન કચરાનો નિકાલ કરવો. અલગ પાડી રીસાયકલીંગની કમગીરી, તે માટેના સાધનો, ગટર અને ડ્રેનેજ સુએમની વ્યવસ્થા, પાણીના નિકાલની વ્યવસ્થા, સામૂહિક શોષખાડા વિ. ની કામગીરી માટે કુલ ગ્રાન્ટના ૩૦ ટકા મુજબ આયોજન કરવાનું હોય છે
 • અન્ય કામો જેવા કે આંગણવાડી કેન્દ્ર, સ્ટ્રીટ લાઇટ, જળસંવર્ધનના કામો, શાળાના ઓરડા,   નાની સિંચાઇના કામો, પ્રા.આ.કેન્દ્ર, પેટા કેન્દ્ર, ઇ.ગ્રામ, સ્મશાનગૃહ અને કબ્રસ્તાન, સી.સી.    રોડ, પંચાયત ધર કમ ત.ક.મં.આવાસ, જયોતિગ્રામ જેવા કામો હાથ ધરી શકાય છે. આ માટે કુલ ગ્રાન્ટ ૪૦ ટકા મુજબ આયોજન કરવાનું હોય છે
 • આ યોજના અંતર્ગત ગામોમાંથી ગામ/જિલ્લા/રાજ્ય કે દેશ બહાર વસવાટ કરતા હોય કે ગામના કોઇ વ્યક્તિ કે ગામ લોકો દ્વારા તેઓના ગામમાં વધુ સારી સગવડતાઓ ઉભી થાય તે હેતુ અને તમામ વતનપ્રેમી લોકો માટે વતનના વિકાસમાં સહયોગ આપી ગામમાં ખુટતી જરૂરીયાતો પુરી કરવા માટે દાન આપી ગામનો વિકાસ કરવામાં સહભાગી બને તે હેતુથી સરકારશ્રી દ્વારા આ યોજના અમલમાં મુકવામાં આવી છે.
 • આ યોજનાની વિગતવાર માહિતી vatanpremyojna.gujarat.gov.in પર ઉપલબ્ધ છે જેમાં જણાવ્યાનુસાર ૧૨ કામો પૈકી ખુટતા કામો માટે પોર્ટલ મારફતે એન્ટ્રી કરી શકાય છે આ યોજનાની તમામ કામગીરી પોર્ટલ મારફતે થાય છે.