×

અવનવા સમાચાર બનાવો/કાર્યક્રમ

જિલ્લામાં આવેલ છ નાની સિંચાઇ યોજનાઓ પૈકી ખોખલા સિંચાઇ તળાવ તા.ચાણસ્મા કે જેના દ્વારા ૩૨૪ હેક્ટર વિસ્તારમાં સિંચાઇનો લાભ પ્રાપ્ત થાય છે તે અને જમણપુર સિંચાઇ યોજના જે ઘણા વર્ષોથી તૂટેલી અવસ્થામાં હતી તેની રૂ.૨૫૧.૦૦ લાખના ખર્ચે સુધારણા કરી ફરીથી કાર્યરત કરવામાં આવેલ છે.

સરકારશ્રી દ્વારા પાટણ જિલ્લાના બે ગામો સમી તા. સમી અને મોજે વારાહી તા.સાંતલપુરને રૂર્બન ગામો તરીકે જાહેર કરી ભૂગર્ભ ગટર વ્યવસ્થાની કામગીરી મંજૂર કરવામાં આવેલ છે જે કામગીરી પૂર્ણ થઇ કાર્યરત થઇ ગયેલ છે