મેલેરીયા શું છે.
મેલેરીયા એક ચેપી રોગ છે. આ રોગ એક સુક્ષ્મ જીવાણુંથી થાય છે. જેને મેલેરીયા પરોપજીવી કહે છે. આનાથી ઠંડીવાઈને તાવ આવે છે તેમજ પરસેવો વળીને તાવ ઉતરી જાય છે.
મેલેરીયા કેવીરીતે ફેલાય છે
મેલેરીયા પરોપજીવી જીવાણુંના જીવન ચક્રનો કેટલોક ભાગ મનુષ્યના શરીરમાં તેમજ બાકીનો ભાગ મનુષ્યના શરીરમાં વીતે છે. જયારે માદા એનોફીલીસ મચ્છર મેલેરીયાના દર્દીને કરડેછે. ત્યારે લોહીની સાથે પરોપજીવી પણ મચ્છરના શરીરમાં પહોચી જાય છે. અને મચ્છર ચેપી બની જાય છે. જયારે આવો કોઈ મચ્છર તંદુરત વ્યકતિને કરડે છે. ત્યારે મેલેરીયાના પરોપજીવી મચ્છરની લાળ સાથે તેવ્યકતિના શરીરમાં પહોચી જાય છે. અહી મેલેરીયાના પરોપજીવીનો વિકાસ થાય છે. અને ૧૦-૧૪ દિવસ પછી તેને મેલેરીયાના લક્ષણો દેખાય છે. ફકત માદા એનોફીલીસ મચ્છરજ મેલેરીયા ફેલાવે છે.
મેલેરીયાના લક્ષણો
- ખુબજ ઠંડી લાગે ને શરીર કાંપે છે.
- ચામડી ઠંડી પડીજાય છે
- તાવ ઝડપથી ચડીને ૧૦૨ થી ૧૦૬ ફેરનહીટ સુધી પહોચી જાય છે. દર્દી કોમામાં જઈ શકે છે
- ચુંથારો થાય છે. ઉલ્ટી થાય છે
- માથું દુખે છે અને ધીરે ધીરે દુઃખાવો તીવ્ર બની જાય છે. પરસેવો વળીને તાવ ઉતરી જાય છે
મચ્છરનું જીવન ચક્ર
માદા એનોફીલીસ મચ્છર પોતાના ઈંડા ભરાઈ રહેલા સ્વચ્છ પાણીમાં જેમકે તલવાડી, તળાવ, સરોવરના કિનારા, કુવા, નદી, પાણીની ટાંકી વગેરેમાં મુકે છે. આ ઈંડા નાના હોય છે. અને તે પાણીની સપાટી ઉપર તરતા રહે છે. સામાન્ય રીતે પાણીના કિનારાઓ ઉપર અને અંદર કેટલાંક પ્રકારના છોડ , ઘાસ ઉગેલા હોય છે. જયાં ઈંડા અને પોરા ને રહેવાની જગ્યા મળી રહે છે.
ઈંડા મુકયા પછી ૨૪ થી ૪૮ કલાકમાં ઈડામાંથી પોરા નીકળે છે,પોરા ૫-૬ દિવસમાં ઈયળમાં પરિવર્તિત થાય છે, જે પાણીમાં ડુબકી લગાવતાં રહે છે. ઈયળમાંથી ૨-૩ દિવસમાં પુખ્ત મચ્છર બની ઉડી જાય છે. પુખ્ત મચ્છર સપાટીથી ૪૫ના ખુણે આરામ કરે છે. કેટલાક મચ્છર પુખ્ત થતાં ઈયળ અવસ્થામાં તેમને ખાઈજાય છે. પોરા ભક્ષક માછલીઓ પણ મછરના પોરા,ઈયળને ખાઈજાય છે.
મચ્છર કયાં પેદા થાય છે
- ધર કે ધરની આસપાસ ભરાયેલા પાણીમાં જેમકે માટલા , કુલડાં , કુંડા , છતપરની ખુલ્લી ટાંકીઓ , તુટેલા કે નકામાં કાટમાળ , ડબ્બા તેમજ ટાયર વગેરેમાં
- ખાડા ખાબોચીયામાં ભરાયેલા પાણીમાં
- અવાવરુ કુવા, નાની નહેરમાં
- પશુઓ માટે ના પાણીના અવાડા માં
- કીચન ગાર્ડન માં ભરાયેલા પાણીમાં
- શહેરી વિસ્તારમાં, કુલર, કુંડા, ફુલદાની, સજાવટ માટેના ફુવારાઓમાં
- હેન્ડ પંપ તથા નળની આસપાસ ભરાઈરહેલ પાણી માં
- તલાવડી, તળાવ, ડબ્બા, વરસાદના પાણીથી ભરાયેલા ખાડા ખાબોચીયા , સડક તથા રેલ્વેના પાટાનાં કિનારે પડેલા ખાડામાં
દવાયુકત મચ્છરદાની
- રાત્રે સુતી વખતે મચ્છરદાની નો ઉપયોગ કરો
- સગર્ભા સ્ત્રીઓ અને બાળકોએ હંમેશા દવામાં બોળેલી મચ્છરદાનીમાં સુઈ જવું
- મચ્છરદાનીને દવામાં બોળવા માટે નજીકના પ્રથમિક આરોગ્ય કેન્દ્રમાં સંપર્ક કરો
મચ્છરદાનીને દવામાં બોળવાની રીત
- સીન્થેટીક પાયરેથાઈડ ફલો (૨.૫() પાણીમાં ભેળવીને નીચે મુજબ મિક્ષણ બનાવી શકાય
- સિંગલ બેડ મચ્છરદાની માટે ૧૦મીલી દવા ને ૩૫૦ મીલી પાણીમાં ભેળવી મિશ્રણ તૈયાર કરવામાં આવે છે
- ડબલ બેડ મચ્છરદાની માટે ૧૫મીલી દવાને ૫૦૦મીલી પાણીમાં ભેળવીને મિશ્રણ કરવામાં આવે છે
- મચ્છર દાનીને વાળીને રોલ બનાવી દવાયુકત કરવામાં આવે છે
- મચ્છર દાનીને દવાના મિશ્રણમાં ભેળવતી વખતે રબરના હાથ મોજા પહેરો
પોરા ભક્ષક માછલી
- ગપ્પી અને ગેમ્બોશીયા પોરા ભક્ષક માછલીઓ છે
- પોરા ભક્ષક માછલીઓ પાણીની સપાટી પર તરતાં મચ્છરના પોરાને ખાઈ જાય છે
- પુખ્ત માછલીની લંબાઈ ૪થી ૬ સે.મી.હોય છે
- આ માછલી માણસો માટે ખાવા યોગ્ય નથી
- નાના તળાવો, કુંડ, સરોવર જેવા જળ સ્ત્રોતજેનું પાણી બિન ઉપયોગી છે. તેમાં માછલી નાખો
મેલેરીયાની સારવા
ઉંમર |
કલોરોકવીન ગોળી ( ૧૫૦ મી.ગ્રા.) ની માત્રા |
દિવસ -૧ |
દિવસ -૨ |
દિવસ -૩ |
૦-૧ વર્ષ |
૧/૨ |
૧/૨ |
૧/૪ |
૧-૪ વર્ષ |
૧ |
૧ |
૧/૨ |
૫-૮ વર્ષ |
૨ |
૨ |
૧ |
૯-૧૪વર્ષ |
૩ |
૩ |
૧૧/૨ |
૧૫ વર્ષ થી વધું |
૪ |
૪ |
૨ |
મેલેરીયાની સારવા
- જમ્યા પછીજ ગોળી લેવી
- તાવ આવે ત્યારે લોહીની તપાસ જરુર કરાવો અને મેલેરીયા હોવાનું માલુમ પડે તો સંપુર્ણ સારવાર લો
- તમામ આરોગય કેન્દ્રો તથા આરોગ્ય કાર્યકરો પાસે નીદાનની સુવીધા અને મેલેરીયાની સારવાર વિના મુલ્યે મળે છે
ડેન્ગ્યું ના લક્ષણોઃ
- સતત માથું દુઃખે અને તાવ આવે
- સ્નાયુઓ અને સાંધામાં દુખાવો થાય
- આંખોની પાછળ દઃખાવો થાય
- ચુંથારો થાય અને ઉલ્ટી થાય
- ગંભીર પરિસ્થિતિમાં નાક , મોં , પેઢામાંથી લોહી નીકળે
- કયારેક હાથ , ચહેરો કે પેટ ઉપર ચકામાં પડે
ચિકુનગુનિયા લક્ષણો
- તાવ આવે
- સાંધાનો સખત દુઃખાવો થાય
- સાંધાઓમાં સોજા આવવા
- શરીર પર ચકામાં દેખાય
- ઉબકા , ઉલ્ટી કે પેટનો દુઃખાવો
- કયારેક હાથ , ચહેરો કે પેટ ઉપર ચકામાં પડે
ડેન્ગ્યું અને ચિકુનગુનિયા એડીસ નામના મચ્છરથી ફેલાય છે. જે ધર અને ધરની આસ પાસ પાણીના ટાંકા ટાંકી , પક્ષીે ને પીવાના વાસણો , કુલર , ફીજની ટ્રે ,તુટેલા વાસણો , ટાયર ,વગેરેમાં ભરાયેલા પાણી માં ઉત્પન્ન થાય છે. પાણીના વાસણો ઢાંકીને અને અઠવાડીયામાં એક વાર ધસીને સાફ કરવા.