×

પ્રસ્‍તાવના

હિમાચલ પ્રદેશના કસૌલીમાં ૧૯૦૯ માં કેન્દ઼ીય મેલેરીયા બ્યુરો ની સ્થાપના કરવામાં આવી ત્યારે ભારતના તત્કાલીન સરકારની મદદથી મેલેરીયા નિયંતત્રણ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો. ૧૯૨૭માં એનો વિસ્તાર કરવામાં આવ્યો અને એનું નામ બદલીને ભારતીય મેલરીયા સર્વક્ષણ રાખવામાં આવ્યું . સને ૧૯૩૮ માં આ વિભાગને દિલ્હી લાવવામાં આવ્યો અને એનું નામ બદલીને ભારતીય મેલેરીયા સંસ્થાન (મેલેરીયા ઈન્સ્ટીટુયુંટ ઓફ ઈન્ડીયા) રાખવામાં આવ્યું.૧૯૫૩ના એપ્રિલમાં ભારતમાં રાષ્ટ્રીય મેલેરીયા નિયંત્રણ કાર્યક્રમ શરુ કરવામાં આવી આ કારણે મેલેરીયા કેસોનું પ્રમાણ ૭૫૦ લાખથી ધટીને માત્ર ૨૦ લાખ પ્રતિ વર્ષ થઈ ગયું. ખેતીવાડી અને ઔધોગિક ઉત્પાદન વધવાને કારણે વિવિધ આરોગ્ય સંસ્થાએ ૧૯૫૫માં મોલેરીયા નાબુદ કાર્યક્રમને મેલેરીયા ઈરેડીકેશન પ્રોગ્રામ (NMEP) માટે ભલામણ કરી ત્યાર બાદ ૧૯૫૮માં મેલેરીયા નિયંત્રણ કાર્યક્રમને બદલીને મેલેરીયા નાબુદ કાર્યક્રમ શરુ કરવામાં આવ્યો.૨૦૦૪માં ભારત સરકારે આ પ્રોગ્રામ નું નામ બદલીને (NVBDCP ) નેશનલ વેકટર ર્બાન ડીસીઝ કંટ્રોલ પ્રોગ્રામ નામાધિકરણ કરવામાં આવ્યું. જેમાં મચ્છરથી ફેલાવાના રોગો જેવા કે મેલેરીયા, ફાઈલેરીયા, ડેન્ગ્યું, ચિકુનગુનિયા કાલાઅજાર અને જાપાની એન્કેફોલાઈટીસ (JE) જેવા રોગોનો સમાવેશ કરવામાં આવ્યો તે ઉપરાંત અન્ય વાહકથી ફેલાતા રોગો જેવાકે પ્લેગ, ગિનીવમ જેવા રોગોને એક સાથે સાંકળી લેવામાં આવ્યાં.

૧૯૫૮ પછી ભારતના છેવાડાના ગામડાંઓ સુધી મેલેરીયા રોગ નિયંત્રણ માટે સેવાઓ મળી રહે તે માટે અલગ અલગ યુનિટોની રચનાકરવામાં આવી. મેલેરીયા એ માનવીનો ધણોજ પ્રાચીન રોગ છે. આ રોગ સાથે લોકોમાં એટલો ગાઢ સબંધ છે કે આપણા દેશની દરેક વ્યકિતને આ રોગની માહિતી છે. આજે પણ ભારતમાં આ રોગ જાહેર આરોગ્ય ની એક મુખ્ય સમસ્યા બની રહી છે આપણાં દેશનાં ૮૦( થી પણ વધુ લોકો મેલેરીયાના ભય હેઠળ જીવી રહ્યા છે. આ રોગોના ફેલાવાનાકારણે દેશમાં ખેતીવાડી , ઉધોગો અને આર્થીક પ્રગ્રતિના ધીમા વિકાસ માટે જવાબદાર કારણોમાં એક મહત્વપુર્ણ કારણ ગણવામાં આવે છે.

પાટણ જીલ્લાના સાત તાલુકા રાધનપુર, સાંતલપુર, સમી, હારીજ, ચણસ્મા, પાટણ, સિધ્ધપુર જે ભૌગોલિક દ્રષ્ટીએ અલગ અલગ પરિસ્થિતિ ધરાવે છે. રાધનપુર, સાંતલપુર, સમી અને હારીજ તાલુકા મેલેરીયા રોગ માટે અતિ સંવેદનશીલ છે. જેમાં ભૈગોલિક પરિબળો, ખારાશવાળી જમીન, લીટ્રેશી રેટ ધણો નીચો હોવો, પાણીની અછત જેવા કારણો જવાબદાર છે.

પાટણ જીલ્લામાં વર્ષ ૧૯૯૭ થી વર્ષવાર મેલેરીયા કેસોની પરિસ્થિતિ નીચે મુજબ છે.

વર્ષ જીલ્લાની કુલ વસ્તી કુલ લીધેલ લોહીના નમુના મેલેરીયા પોઝીટીવ કેશ . મેલેરીયાથી મરણ
૧૯૯૭ ૧૦૭૨૮૨૪ ૩૭૫૫૦૬ ૨૬૮૨૦ ૨૬
૧૯૯૮ ૧૦૮૫૮૭૩ ૨૨૯૨૧૬ ૮૮૯૪ -
૧૯૯૯ ૧૦૯૮૩૪૬ ૧૭૧૫૧ ૪૪૫ -
૨૦૦૦ ૧૧૦૫૫૬૧ ૧૬૦૬૧૯ ૩૦૧ -
૨૦૦૧ ૧૧૮૨૫૩૯ ૨૧૬૫૬૩ ૪૪૪૩
૨૦૦૨ ૧૨૧૧૦૦૦ ૨૦૯૪૮૨ ૧૭૨૫ -
૨૦૦૩ ૧૨૪૧૦૦૦ ૩૧૨૨૨૧ ૮૫૫૮
૨૦૦૪ ૧૨૭૨૦૦૦ ૩૬૮૩૦૨ ૫૨૭૯ -
૨૦૦૫ ૧૨૪૭૦૦૦ ૩૫૧૮૫ ૫૬૧૩ -
૨૦૦૬ ૧૨૭૨૦૦૦ ૩૯૦૧૬૭ ૪૧૫૪ -
૨૦૦૭ ૧૨૮૦૫૦૦ ૨૭૨૯૭૭ ૨૨૬૪ -
૨૦૦૮ ૧૨૯૭૫૦૦ ૨૧૩૩૯૦ ૯૮૦ -
૨૦૦૯ ૧૨૫૮૫૮૯ ૨૫૫૦૪૬ ૫૪૯ -
૨૦૧૦ ૧૨૬૫૭૧૬ ૨૭૯૫૮૩ ૧૫૨૬ -

પાટણ જિલ્લામાં ભુતકાળમાં વર્ષ ૧૯૯૭ માં રાધનપુર તાલુકામાં મેલેરીયાએ અતિ ગંભીર સ્વરૂ૫ ધારણ કરેલ હતુ તેમાં કેટલાય માણસોના મરણ થયેલા હતા. વર્ષ ર૦૦ર થી ર૦૧૦ દરમ્યાન મેલેરીયા રોગને નાથવા અથાગ પ્રયત્નો કરવામાં આવ્યા આ રોગના ફેલાવાના સાચા કારણો જાણી મચ્છર ઉત્પતિ અટકાયત કામગીરી, જંતુનાશક દવાછંટકાવ, પોરાનાશક કામગીરી, જનસમુદાયની મચ્છરદાની સર્વે કરી દવાયુકત કરવાની કામગીરી, પોરાનાશક માછલીનો ઉ૫યોગ તેમજ રોજે રોજના મેલેરીયા કેસોના રિપોર્ટ આધારીત જેતે વિસ્તારમાં મેલેરીયા કેસોમાં વધારો થાય ત્યાં તાત્કાલીક યુઘ્ધના ધોરણે રોગ અટકાયતની કામગીરી કરવામાં આવી અને હાલમાં મેલેરીયાને ચોકકસ ૫ણે આ૫ણે નિયંત્રણમાં રાખી શકયા છીએ જે ઉ૫રના આંકડાઓ ઉ૫રથી જાણી શકીએ છીએ.

એ જે ઉપરનાં આંકડાઓ ઉપરથી જાણી શકીએ પાટણ જીલ્લામાં મેલેરીયાના રોગનું પ્રમાણ સતત ઓછુ઼ં કરવા આરોગ્ય તંત્ર , જીલ્લા પંચાયત એ સ્વૈછીક સંસ્થાઓ ના સહકારથી સતત ઝુંબેશના સ્વરુપમાં મેલેરીયા રોગ અટકાયતી માટે પુરતા પ્રયત્નો કરવામાં આવ્યા ગામેગામ અને ધરોધર ફરીને તાવવાળાર્દદીઓને શોધી અને સારવાર આપવામાં આવી આરોગ્ય કર્મચારી સિવાય અસરગ્રસ્ત વિસ્તાસ્તારમાં ૧૦૦જેટલાં મેલેરીયા લીંક વોલેન્ટીર્યસ નિમણુંક કરી સર્વેલેન્સ કામગીરી ધનિષ્ટ નાવવામાં આવી બાજુના ચાર્ટ પરથી સર્વેલેન્સ કામગીરી સિધ્ધીની ઝાંખી કરી શકાય છે.

વર્ષ ૨૦૦૬ અને ૨૦૦૭ દરમિયાન અતિ ભારે વરસાદ અને પુરની પરિસ્થિતિ ધ્યાને લઇ મેલેરીયા તેમજ અન્ય મચ્છર જન્ય રોગ અટકાયતી માટે પ્રા.આ.કેન્દ્ર માં વેકટર કંટ્રોલ ટીમ યુધ્ધના ધોરણે રોકી તાલીમ આપી સ્વરછતા અને મચ્છરજન્ય રોગ નિયંત્રણ અભિયાન આરોગ્ય વિભાગ અને અન્ય વિભાગોના સહયોગથી હાથ ધરવામાં આવ્યું જેમાં જીલ્લાના તમામ ગામોને પોનાશક કામગીરી હેઠળ આવરી લેવામાં આવ્યા.

વર્ષ વેકટર કંટ્રોલ ટીમની સંખ્યા આવરી લીધેલ ગામ મુલાકાત લીધેલ ધર પોરા જોવા મળેલ ધર તપાસેલ કુલ પાત્રો પોરા જોવા મળેલ પાત્રો HI CI
૨૦૦૬ ૨૮ ૨૬૭ ૨૦૧૯૯૮ ૩૨૩૭૧ ૭૮૫૯૩૭ ૭૬૪૩૩ ૧૬.૦ ૯.૭૦
૨૦૦૭ ૩૫ ૫૭૧ ૧૬૯૩૪૨ ૧૧૫૨૪ ૪૭૪૩૮૭ ૧૮૨૫૯ ૬.૮૧ ૩.૮૫

જેના ફળસ્વરુપે મેલેરીયાના દર્દીઓમાં - ૨૦૦૬ - ૨૦૦૭ માં ધણો ધટાડો નોધાવા પામ્યો છે. અને મેલેરીયા જેવા જીવલેણ રોગને કાબુમાં કરી શકયાં અને મેલેરીયાથી એકપણ મરણ થયેલ ન હતું. લોક અભિપ્રાય મુજબ ભારે વરસાદ પછી તંત્ર દ્રારા મચ્છર જન્ય રોગચાળા વિરોધી ઝુંબેશની કામગીરી ની સરાહના કરવામાં આવી.